GBM Specials

I started GBM Special my Blog to share some Special and Important things with you like Ethical Hacking, Cyber Security, Cyber attacks, Tech news, Science news, Lifestyle etc... I will do my best with 100% effort and I hope my blog will useful for you.

Full width home advertisement

Ethical Hacking

GBM Specials

Post Page Advertisement [Top]

Welcome Readers,
બધા સારી રીતે સમજી શકે અને એક ગુજરાતી તેની સાચી લાગણીઓ તેની માતૃભાષામાં જ વ્યક્ત(રજુ) કરી શકે. તેથી આ લેખ હું ગુજરાતી ભાષામાં લખી રહ્યો છું. મિત્રો, એકવાર તમારો કિંમતી સમય આપી આ લેખ જરૂર થી વાંચજો. હું ખાતરીપૂર્વક કહું છું કે, તમને હોસ્ટેલ ના વિદ્યાર્થીઓની વાસ્તવિકતા નો ખ્યાલ આવશે.

how are the hostel students?

  • આ વિષય પર ચર્ચા કરતા પહેલા લોકોના મંતવ્યો  જોઈએ કે લોકો હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ વિશે શું વિચારે છે. લોકોનું માનવું એવું છે કે, ઘરે નો સચવાયા હોય એ બધા હોસ્ટેલમાં હોય છે, તેમને પિતાના જીવનની કઈ પડી હોતી નથી, તે બધા નંગ હોય છે, પાણીની જેમ પૈસા વાપરતા હોય છે, હોસ્ટેલમાં જઈને વિદ્યાર્થી બગડે છે, શિક્ષકોનું માનવું હોય છે કે હોસ્ટેલના વિદ્યાર્થી ભણવામાં ઠગલાના ઢ હોય છે. ધન્ય છે એવા લોકોને જેની આવી તુચ્છ પ્રકારની વિચારસરણી છે. આ આપણો સમાજ કે જેના લોકો આવા વિચારો સાથે જીવી રહ્યા છે. આ તુચ્છ વિચારો પર હું થોડી ટિપ્પણી કરવા માંગીશ.
  • અરે, દરેક સિક્કાની બે પહેલું હોય છે એ જ રીતે શું હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં સારા પહેલું ના હોય? લોકો કહે છે કે ઘરે ના સચવાયા હોય એ બધા હોસ્ટેલમાં રહે છે. ધત તેરી તો, કહેવા શું માંગે છે, ઘરે ના સચવાયા એટલે શું હે? અરે એક તો તેના ગામ કે ઘર નજીક કોઈ સારી કોલેજ ન હોવાથી તે કેટલાય કી.મી. દૂર ભણવા માટે આવે છે, તેના માતા-પિતા, પરિવાર (ફેમિલી ) ને છોડીને હોસ્ટેલમાં રહે છે. હવે જો તેને તેના જીવનની કઈ પડી જ ન હોય તો તે તેના પરિવાર ને છોડીને આટલે દૂર અભ્યાસ કરવા કેમ આવે? હજી તમારામાંથી ઘણા 20 વર્ષ ના થયા હશે તો પણ તેના મમ્મી નો પલ્લું મુક્યો નહિ હોય અને વાત કરે છે. બોલવું સહેલું છે ભાઈ, એક વાર ફેમિલી થી દૂર એકલા તો રહી જોજો, બધા કામ જાતે કરતા ફીણ આવી જાય છે કે નહિ.
  • કેટલાક કહે છે કે હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ નંગ હોય છે. મિત્રો, તમે 100% સાચા પરંતુ એક નાની એવી ભૂલ. તે ખાલી નંગ નહિ પણ પોલિશ કરેલા નંગ હોય છે ભાઈ પોલિશ કરેલા. હું છાતી ઠોકીને કહું છું કે તમે જેને નંગ કહો છો એ જયારે ઇજનેરી ના 4 વર્ષ પૂર્ણ કરીને માર્કેટ માં એન્ટ્રી મારે ત્યારે તે ક્યાંય પાછા નો પડે. રિયલ લાઈફ માં પણ કાચા હીરા (રફ) કરતા પોલિશ કરીને તૈયાર કરેલા હીરા ની મૂલ્ય વધારે હોય છે. હોસ્ટેલ ના નંગ કુંભારના માટીના ઘડા ની જેમ ઠોકર ખાય ખાયને એટલા સક્ષમ બની ગયા હોય છે કે તે બાહ્ય અવરોધોનો સામનો સહેલાઈથી કરી શકે છે. હોસ્ટેલના વિદ્યાર્થી બધી રીતે તૈયાર હોય છે. કોઈપણ મુશ્કેલી નો સામનો કરવાની એમનામાં આવડત હોય છે.
  •   પાણીની જેમ પૈસા વાપરે એવું કહેવા વાળા લોકોને મુંહતોડ જવાબ આપવા માંગુ છું કે હોસ્ટેલ ના વિદ્યાર્થી પૈસા વાપરતા નહિ પરંતુ પૈસાની બચત કરતા શીખે છે. કટોકટીની પરિસ્થિતિમાં પણ પૈસાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તે હોસ્ટેલ ના વિદ્યાર્થીઓ પાસેથી શીખવા જેવી વસ્તુ છે. જે બાળકો ઘરે ગમે ત્યાં પૈસા વપરાતા હોય તે હોસ્ટેલમાં આવીને પાઇ-પાઇનો હિસાબ રાખતા થાય જાય છે.
  • ઘણા કહે છે કે હોસ્ટેલમાં જઈને વિદ્યાર્થીઓ બગડે છે. અબે તેરી તો, આ બધા વાલીઓ (માતા-પિતા) શું ગાંડા હશે જે પોતાના બાળકોને સુધારવા હોસ્ટેલમાં મૂકે છે. મારુ બાળક ઘરની બહારની આટલી સુંદર દુનિયા જુએ એવી ઈચ્છા સાથે એક માં તેના બાળક ને હોસ્ટેલ માં મૂકે છે. જેથી તે નવા નવા લોકોને મળે, કંઈક નવું શીખે, પોતાના પગભર થઈ શકે. તે એવું ઈચ્છે છે કે મારા બાળકની જિંદગી કૂવાના દેડકા જેવી ન રહે. અને તમે કહો છો કે હોસ્ટેલમાં જઈને બાળક બગડે, સલામ છે તમારી સોચ ને બાપ. થોડુંક તો વિચારો કે, જો એક માં તેના જીવથી વ્હાલા સંતાન ને પોતાના થી દૂર કરીને હોસ્ટેલમાં રાખવા ઇચ્છતી હોય તો તેની પાછળ જરૂર કોઈ પ્રબળ કારણ છુપાયેલું હોવું જોઈએ. તે એમજ પોતાના સંતાનનું જીવન દાવ પર લગાવતી ન હોય.
  • અંદરથી અવાજ તો ત્યારે આવે જયારે ભણેલા લોકો એટલે શિક્ષકો જે પોતે વિદ્યાર્થીઓને શીખવતા હોય અને સાચા માર્ગ પર દોરી જતા હોય તેજ એમ કહે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય છે. શિક્ષક થઈને આવા વિચાર! અને જો એવું માનતા જ હોય તો એ શિક્ષકોને પણ હું આજે કહેવા માંગુ છું કે કેમ, હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોશિયાર જ હોય? એવો ક્યાં સિક્કો મારેલો છે કે હોસ્ટેલના વિદ્યાર્થીઓ નબળા જ હોય? નબળાની ક્યાં વાત કરો, હોસ્ટેલના વિદ્યાર્થીમાં બીજી ઘણી એવી આવડતો વિકસે છે જે તેમને સામાન્ય વિદ્યાર્થીમાંથી અસામાન્ય વિદ્યાર્થી બનાવે છે. કોલેજના ટોપર વિદ્યાર્થી પાસે અભ્યાસને લગતું પૂરેપૂરું જ્ઞાન હશે પરંતુ એક હોસ્ટેલના નબળા વિદ્યાર્થી પાસે જેટલી બીજી આવડત હોય તે કદાચ ટોપર વિદ્યાર્થી પાસે ન પણ હોય...
  • તેથી કોઈપણ વ્યક્તિને તેના બાહ્ય રંગ-રૂપ, પહેરવેશ કે રહેણીકરણી પરથી ક્યારેય પારખવા ન જોઈએ. આ લેખ દ્વારા હું મારા હોસ્ટેલના વિદ્યાર્થીભાઈઓની વાસ્તવિકતા થી બધાને પરિચિત કરવા ઇચ્છુ છું.
  • જો મારાથી કઈ ખોટા શબ્દનો પ્રયોગ થયો હોય તો તે બદલ દિલથી માફી માંગુ છું. પરંતુ મિત્રો, મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે મારા હોસ્ટેલના વિદ્યાર્થીભાઈઓ વિશે જે સમાજમાં ખોટી વિચારધારા પ્રસરી રહી છે તેને હવે બદલવાની જરૂર છે. હું આશા રાખું છું કે તમે તેમાં સહકારરૂપ થશો. 
  • અહીંયા હું મારી વાણીને વિરામ આપતા નવા લેખ સાથે જલ્દી મળીશું GBM Specials.
➤Good bye Readers,
          Those who are new on my blog I request to them for subscribe my blog. So, will get updated notification for new article. 
          and if you like this blog, please share and comment. Your comment inspire me to write a new blog.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]